પાદરા : ગૌરીવ્રતના પાવન અવસરે પાદરામાં સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત શ્રી સાંઈ નાસ્તા હાઉસ, સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન-પાદરા તથા રામેશ્વરમ હોટલના સંયુક્ત ઉપક્રમે ગૌરીવ્રત કરતી દીકરીઓને વિનામૂલ્યે ઉગાડેલી ગોરોનું વિતરણ કરાયું હતું.
આ સેવા કાર્યમાં 200થી વધુ દીકરીઓને ગોરોનું વિતરણ કરાયું હતું. ગૌરીવ્રત નિમિત્તે યોજાયેલા આ સેવાયજ્ઞને દીકરીઓ અને તેમના પરિવારજનો તરફ્થી સારો પ્રતિસાદ મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે દીકરીઓના ચહેરા પર જોવા મળેલી ખુશી અને ભક્તિભાવ જ તેમના માટે સૌથી મોટો પુરસ્કાર છે. આ પ્રસંગે સેવા કાર્યમાં સહયોગ આપનાર દાતાઓ, કાર્યકરો અને શુભેચ્છકોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.
