ચાંદોદ : મૂળ ચાંદોદ અને હાલ કરજણ સ્થિત કિરીટકુમાર સોમાભાઈ માછીના પુત્ર ડો. ભૌમિક માછીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પીએચડીની પદવી એનાયત કરાઇ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડો. ભૌમિક માછીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પીએચડીની પદવી એનાયત કરાઇ છે. જીટીયુ ક્ષેત્રમાં વાયરલેસ સેન્સર નેટવર્ક ક્ષેત્રમાં પ્રચંડ પુરુષાર્થ અને લક્ષ્ય પ્રાપ્તિની એકાગ્રતા સાથે ઊંડાણપૂર્વકના અભ્યાસ થકી સંશોધન કાર્યની અવિરતતાથી ડો.ભૌમિક માછીએ પીએચડીની સિદ્ધિ હાંસલ કરી છે.


તેના આ સંશોધન કાર્ય દ્વારા આધુનિક સંચાર વ્યવસ્થા અને સેન્સર આધારિત ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનની અસરકારકતા રહેશે. તેની આ સિદ્ધિ તેના પરિવારજનો, સ્નેહીજનો, મિત્ર મંડળ સહ કર્મચારીઓ તેમજ સમગ્ર માછી સમાજ માટે ગૌરવ અને આનંદનો વિષય બની છે. જેથી ઉપરોક્ત તમામ દ્વારા તેમને હાર્દિક અભિનંદન શુભેચ્છા પાઠવી તેમના ઉજ્વળ ભવિષ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભકામના વ્યક્ત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: