આજરોજ વહેલી સવારે કરજણ તાલુકાના ને.હા.48 પર કંડારી ગામના પાટિયા નજીક વડોદરાથી સુરત તરફ જઈ રહેલી મુસાફરો ભરેલી એક ખાનગી લકઝરી બસ તેના ચાલક દ્વારા બસનું નિયંત્રણ ખોરવાઈ જતાં કે કોઈ પણ કારણોસર રોડની બાજુમાં પલટી હતી. તેમાં અંદાજે 30 જેટલા મુસાફરો ફ્સાયા હોવાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસમાં સવાર મુસાફરોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી.


જે બાદ બસમાં સવાર એક મુસાફર ફ્સાયો હતો. જેને ફાયર વિભાગ જવાનોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફ્ળતા મળી હતી. એક ઇજાગ્રસ્ત મુસાફરને 108 ની મદદથી કરજણ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. સદર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ અંદાજે 10 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફ્કિ સર્જાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: