શિનોર : શિનોર નર્મદા કિનારે રાણાવાસમાં અંબાજી મંદિરને શ્રી અંબે સેવા મંડળ અને રાણા સમાજ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 32માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.


શુક્રવારે સાંજે 5 કલાકે અંબાજી માની પ્રતિમા સાથે ડીજેના તાલે શોભાયાત્રા અંબાજી મંદિરથી મેઈન બજારમાં ફરી બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર થઇ પરત આવી હતી. જેમાં માઈ ભક્તો જોડાઇ અને માના ગરબા સાથે અંબાજી માનો જયકરો અને આતશબાજી સાથે નીકળ્યાં હતા. આજે શનિવારે અંબાજી માતા મંદિરના પટાગણમાં નવચંડી યજ્ઞની પૂજાવિધિમાં 17 યુગલો દ્વારા પૂજાવિધિનો લાભ લીધો હતો. મોડી સાંજે મહાઆરતી મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: