વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો આચર્યા બાદ વડોદરા છોડીને ફરાર થઇ ગયેલા 40 આરોપીઓને રાજસ્થાન મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી શોધી કાઢ્યા છે તો ગુમ થયેલા 21 મોબાઇલ પણ શોધી કાઢ્યા છે.

6 ટીમો બનાવીને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી છે

વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરીને ફરાર થઇ ગયેલા અને વર્ષોથી ફરાર રહેલા આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ખાસ અભિયાન શરુ કર્યું છે અને તે માટે 6 ટીમો બનાવીને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી છે. આ ટીમો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં રહેતા હોય તેની યાદી બનાવીને આ રાજ્યોમાં પહોંચી હતી.

મોબાઇલ ફોનનો ડેટા પણ તૈયાર કરાયો

ઉપરાંત વડોદરા શહેરમાંથી ખોવાયેલા કે ગુમ થયેલા મોબાઇલ ફોન અંગે પણ તપાસ કરીને આ 4 રાજ્યમાં ટ્રેસ થયેલા મોબાઇલ ફોનનો ડેટા પણ તૈયાર કરાયો હતો પોલીસે ઉત્તર પ્રદેશમાંથી 13 અને મદ્યપ્રદેશમાંથી 7 ઉપરાંત મહારાષ્ટ્રમાંથી 3 અને રાજસ્થાનમાંથી 17 આરોપીને ઝડપી પાડ્યા હતા

વર્ષોથી નાસતા ફરતા આરોપી ઝડપાયા

40 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં 2026થી 2025 સુધી નાસતા ફરતા 17 આરોપી તથા 2006થી 2015 સુધી નાસતા ફરતા 16 આરોપી અને 2005 પહેલાના ગુનાના 7 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. એમાંથી એક આરોપી હાલ જેલમાં છે જ્યારે 8 આરોપી મોતને ભેટેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે

ગુમ થયેલા 21 મોબાઇલ પણ પોલીસે આ રાજ્યોમાંથી શોધી કાઢ્યા

પોલીસે વડોદરા શહેરમાંથી ગુમ થયેલા 21 મોબાઇલ પણ પોલીસે આ રાજ્યોમાંથી શોધી કાઢ્યા હતા અને તેમના મુળ માલિકોને મોબાઇલ ફોન પરત આપવાની તજવીજ શરુ કરાઇ છે પોલીસે સતત મહેનત કરીને વર્ષોથી ફરાર આરોપીઓને શોધી કાઢ્યા હતા તો મોબાઇલ ફોનને પણ ટ્રેસ કરીને મોબાઇલ ફોન પણ શોધી કાઢ્યા હતા

પાણીગેટ પોલીસ સ્ટેશનના 2 આરોપી 32 વર્ષથી ફરાર હતા

પોલીસે જે આરોપીને શોધ્યા છે તેમાં ઉત્તર પ્રદેશમાંથી ફતેગંજ પોલીસનો આરોપી 12 વર્ષથી , પાણીગેટ પોલીસનો આરોપી 19 વર્ષથી, માંજલપુર પોલીસનો આરોપી 14 વર્ષથી , ડીસીબીનો આરોપી 2 વર્ષથી, જવાહરનગર પોલીસનો આરોપી 18 વર્ષથી , હરણી પોલીસનો આરોપી 4 વર્ષથી ફતેગંજ પોલીસનો આરોપી 6 વર્ષથી, ગોરવા પોલીસનો આરોપી 2 વર્ષથી, છાણી પોલીસનો આરોપી 2 વર્ષથી , કારેલીબાગ પોલીસનો આરોપી 15 વર્ષથી, પાણીગેટ પોલીસ સ્ટેશનના 2 આરોપી 32 વર્ષથી ફરાર હતા

જેપી પોલીસનો એક આરોપી 24 વર્ષથી ફરાર હતો

ઉપરાંત પોલીસે મધ્યપ્રદેશમાંથી જે આરોપી ઝડપ્યા છે તેમાં ગોત્રી પોલીસનો આરોપી 13 વર્ષથી, ડીસીબી પોલીસનો આરોપી 1 વર્ષથી જ્યારે હરમીના 2 ગુનાના 2 આરોપી 6 મહિનાથી અને હરમી પોલીસનો એક આરોપી 2 વર્ષથી તથા જેપી પોલીસનો એક આરોપી 24 વર્ષથી ફરાર હતો જ્યારે સિટી પોલીસનો એક આરોપી 18 વર્ષથી ફરાર હતો

મહારાષ્ટ્રમાંથી 28 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

આ સાથે મહારાષ્ટ્રમાંથી પકડાયેલા આરોપીઓમાં સાયબર ક્રાઇમનો એક આરોપી 5 વર્ષથી, જેપી રોડનો એક આરોપી 28 વર્ષથી તથા ફતેગંજનો આરોપી 24 વર્ષથી ફરાર હતો

રાજસ્થાનમાંથી 19 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

તો રાજસ્થાનમાંથી ઝડપાયેલા આરોપીઓમાં હરણી પોલીસમાં 4 વર્ષથી, બાપોદ પોલીસમાં 4 વર્ષથી, મકરપુરા પોલીસમાં 18 વર્ષથી તથા બાપોદ પોલીસમાં 6 વર્ષથી તથા કારેલીબાગના ગુનામાં 23 વર્ષથી, છાણી પોલીસમાં 22 વર્ષથી, સિટી પોલીસના ગુનામાં 19 વર્ષથી, સયાજીગંજ પોલીસના 2 ગુનામાં 13 વર્ષથી તથા બાપોદ પોલીસમાં 12 વર્ષથી, હરણી પોલીસના 3 વર્ષથી, બાપોદ પોલીસના 12 વર્ષથી, જવાહરનગરના 14 વર્ષથી તથા હરણી પોલીસના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.


આ પણ વાંચો----Putin India Visit: પાકિસ્તાનના એક્સપર્ટ ભડક્યા, અમે સીટીઓ મારીને બોલાવીએ છે પણ અમારી સામે પણ પુતિન જોતા નથી