પાદરા શહેરમાં અસામાજિક તત્વો સામે પાદરા પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી જાહેરમાં તલવાર સાથે દોડાદોડી કરનાર 6 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી કરી છે. ગત તા. 24ના રોજ રાત્રે પાદરા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં કેટલાક યુવકો જાહેરમાં ખુલ્લી તલવાર સાથે દોડાદોડી કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 135(1) મુજબPART-બી ગુનો નોંધાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કુલ 6 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે રાહુલ ઉર્ફે ભયલુસિંઘ રમેશ વસાવા (ઉ.22, રહે. ફ્તેપુરા, વીમા દવાખાના પાછળ ઝુંપડપટ્ટી, વારસિયા, વડોદરા શહેર)ની અટકાયત કરાઇ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસે નોંધ્યું છે. અંદરો અંદર બબાલ થઇ હોવાથી સોંટ્ટો પાડવા તલવાર લઈને નીકળ્યા હતો. ઝડપાયેલ રાહુલ વસાવા ભૂંડ પકડવાનું કામ કરે છે. પાદરાPI પી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે જાહેરમાં હથિયારો સાથે આતંક ફેલાવનાર કે, અસામાજિક પ્રવૃત્તિ કરનાર તત્વો સામે કડક અને સખ્ત કાર્યવાહી કરાશે.
