તાજેતરમાં સુરતની એકહોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ થતા 100 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ હતી, આ ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રાજ્યની દરેકસરકારી, અર્ધસરકારી કે ખાનગી હોસ્ટેલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. જે અંતર્ગત વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 17 સરકારી, અર્ધસરકારી અને પ્રાઈવેટ હોસ્ટેલની કેન્ટિન યુનિટ પર ઈન્સ્પેક્શનની કામગીરી કરાઈ હતી, જેમાં 8 યુનિટને શિડયૂલ-4ની નોટીસ, 04 યુનિટ બંધ કારાયા અને 25 કિલો અખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો.

શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ રવીશંકર મહારાજ ઉમા છાત્રાલય કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન યુનિટ પર લાયસન્સ /2 જીસ્ટ્રેશન ન હોવાથી યુનિટને બંધ કરાયું હતું, પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ એમ.એસ.યુનિવર્સીટી ગર્લ્સ હોસ્ટેલમાં આવેલ 04-કેન્ટીનમાં ઇન્સપેક્શનની કામગીરી દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા 04-કેન્ટીન યુનિટ પર શીડયુલ-4 ની નોટીસ આપી હતી. તથા નુડલ્સ, ભાત, ખરાબ બટાકા, બાંધેલો લોટ મળી કુલ 25 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવતા સ્થળ પરજ નાશ કર્યો હતો. પંડયાબ્રિજ ખાતે આવેલ *સમરસ ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીન યુનિટ 52 ચેકીંગ દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા શીડયુલ-4 ની નોટીસ આપી હતી.

દરજીપુરા વિસ્તારમાં આવેલ આદર્શ નીવાસી વીકસીત જાતી કન્યા છાત્રાલય અને આદર્શ નીવાસી (એસ.ટી) કન્યા શાળા 2-કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન લાયસન્સ / રજીસ્ટ્રેન ન હોવાથી તથા યુનિટ પર અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા યુનિટ બંધ કરાયું હતું. ઓલ્ડ પાદરા રોડ પર આવેલ નર્સિંગ કોલેજ(પટેલ ભોજનાલય) કેન્ટીન યુનિટ પર ઇન્સપેક્શન દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા શીડયુલ-4 ની નોટીસ આપી હતી.

ગોત્રી રોડ પર આવેલ GMERS ગર્લ્સ હોસ્ટેલ (ગાયત્રી કેટરર્સ) અને GMERS બોય્સ હોસ્ટેલ (ગાત્રી કેટરર્સ)ની એમ કુલ 02-કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન 02-કેન્ટીન યુનિટ પર અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા 02-કેન્ટીન યુનિટ પર શીડયુલ-4 ની નોટીસ આપી હતી તેમજ ગોત્રી રોડ પર આવેલ GMERS ઇન્ટર્ન હોસ્ટેલ(વૈષ્ણવી કેટરર્સ) કેન્ટીન યુનિટ પર લાયસન્સ / રજીસ્ટ્રેશન ન હોવાથી યુનિટ બંધ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો