વાઘોડિયા તાલુકાના ગોરજ ગ્રા. પંચાયતના મહાદેવપુરા ગામે રહેતા વસાવા ભગુભાઈ રસીકભાઈની માલિકીની જમીન જેનો ખાતા નં. 435 જેનો સર્વે/બ્લોક નં. 713 ના ખેતરના શેઢા ઉપર ચંદનના વૃક્ષ વાવેલ હતા જે અજાણ્યા ઇસમો દ્વારા ચંદનના વૃક્ષને કાપી ચોરી ગયા હતા. આ અંગે અરજદારે આ અગાઉ તા. 19/12/2025ના રોજ ચંદનચોર સામે 24 ડિસે.25 ના રોજ વાઘોડિયા મામલતદાર ને ચોરી અંગે અરજી કરી હતી. જોકે અરજદાર ની અરજી પછી પણ કોઈ જાતની કાર્યવાહી કરવામા નહિ આવતા ચંદનચોર તા.30/12/2025ની મોડી રાતે ફરીવાર ચંદનના વૃક્ષને કાપી ચોરી ગયા હતા.
મામલતદાર દ્વારા કામગીરી ન કરાતા ભગુભાઈ વસાવાએ મદદનીશ વન સંરર્ક્ષણ અને વણીકરણ વંન-વિભાગ વડોદરા તેમજ વાઘોડિયા પોલીસ મથકે જાણ કરી હતી. જોકે ચંદનચોર સામે થયેલી અરજીથી નારાજ થયેલા લાકડાચોરોએ તંત્રને પડકારતા હોય તેમ 2 જાન્યુ 2026ની રાતે કિંમતી ચંદનના વૃક્ષના થડને પણ કાઢી જઈ સમસ્ત વહીવટી તંત્રની હાંસી ઉડાડી હોય તેવો ઘાટ ઘડાયો છે. પરંતુ તંત્ર લાકડાચોર સામે લાચાર બનયુ હોય તેવો ભાષ થાય છે. ચંદનચોર બેફામ બન્યા છે. એક પછી એક ઘટનાનુ વારંવાર પુનરાવર્તન બિદાસ્ત કરી રહ્યાં છે. ચંદનના વૃક્ષ લાકડાચોર વારંવાર કાપી ગયા છે. ખેડૂત અરજી પર અરજી કરી ન્યાય માટે સરકારી કચેરીના દરવાજા ખખડાવી રહ્યા છે.છતા દર વખતની જેમ વાઘોડિયા મામલતદાર દ્વારા કડક અને પ્રમાણીક કાર્યવાહિ કરવામા આવી નથી. ઉલટાનુ સરકારી કચેરીઓમાં જ બાતમીદારો હોય તેમ ખેડુતની અરજી બાદ વધુ નુકશાન પહોંચાડવામા આવી રહ્યુ છે.ગોરજ આસપાસ ગેરકાયદે વૃક્ષો કાપનાર લાકડા ચોરો પર ખેડૂતોને શંકા છે. છતા અઘિકારીઓના હાથ ટાંચા પડી રહ્યા છે. પંથકના લોકો અઘિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાની શંકા સેવી રહ્યા છે. વલવા ગ્રામ પંચાયતના ગૌચરમાંથી થોડા દિવસો અગાઉ પણ આજ રીતે લીલાવૃક્ષોનુ નિકંદન અંગે મામલતદારમા લેખીત રજુઆત કરવા છતા બાયબાય ચાયણીની રમત સરપંચ અને ગ્રામ પંચાયતોને રમાડી અઘિકારીઓ અરજદારોને થકવી દેવાના કારસ્તાન ઘડવામા આવી રહ્યા છે. જેથી ફરી કોઈ લાકડા માફ્યિાઓ સામે અરજી કરે નહી. જેનાથી લાકડા માફ્યિાઓ અને ચંદનચોર પુષ્પારાજોની હિંમત વધે છે. જેની સામે સમગ્ર તંત્ર વામણું પુરવાર થતા લોકોને વહીવટી તંત્ર પરથી ભરોષો ઉઠી રહ્યો છે.










