વડોદરા શહેરમાં ટ્રાફિક જંકશનો પર વાહનોના થતા ટ્રાફિક અંગે શહેર પોલીસ દ્વારા ડ્રોન વડે સર્વે કરવાનું શરુ કરાયું છે. સર્વેના અહેવાલના આધારે ટ્રાફિક સિગ્નલનો ટાઇમીંગ સેટ કરવામાં આવશે જેથી ટ્રાફિકનું સરળતાથી નિયમન થાય

ડ્રોનના માધ્યમથી ટ્રાફિકનો સર્વે

પોલીસના જણાવ્યા મુજબ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સુચારુ રુપે ચાલે તે માટે અને વાહન ચાલકોને ટ્રાફિક જંકશનો પર લાંબા સમય સુધી ઉભા ના રહેવું પડે તે માટે આજે ખોડિયારનગર ચાર રસ્તા પાસે ડ્રોનના માધ્યમથી ટ્રાફિકનો સર્વે કરાયો હતો.

વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિક ફ્લો અંગેનો સર્વે

આગામી સમયમાં આ જ પ્રકારે ખોડીયારનગર ચાર રરસ્તા તથા એલ એન્ડ ટી સર્કલ, માણેક પાર્ક સર્કલ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા તથા વૃંદાવન ચાર રસ્તા જેવા મોટા ટ્રાફિક જંકશનો ખાતે ડ્રોનના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ સમયે ટ્રાફિક ફ્લો અંગેનો સર્વે કરવામાં આવશે.

ટ્રાફિક સિગ્નલનો ટાઇમીંગ સેટ કરવામાં આવશે

 આ સર્વેના અહેવાલના આધારે ટ્રાફિક સિગ્નલનો ટાઇમીંગ સેટ કરવામાં આવશે જેથી ટ્રાફિકનું સરળતાથી નિયમન થાય અને વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક જંકશન પર ઉભા ના રહેવું પડે. 

આ પણ વાંચો---  Gandhinagar : SLBC ની બેઠકમાં ડે.સીએમ હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ સામે નારાજગી પ્રગટ કરી