સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1માં ગટરના દૂષિત પાણી વરસાદી કાંસમાં પાલિકા દ્વારા છોડાતા ભારે દુર્ગંધથી કંટાળીને રોગચાળો ફટવાની ભીતિ વ્યક્ત કરી જો નિકાલ નહીં આવે તો આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારતા ફ્રી એકવાર પાલિકાની કાર્યપધ્ધતિ સામે સવાલો ઉભા થયા છે.


સાવલી નગરના વોર્ડ 1માં નગરનું ગંદુ પાણી ગટરના સંપનું દૂષિત પાણી વરસાદી કાંસમાં છોડાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ સાથે નારેબાજી કરીને વિરોધ કર્યો છે. દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા. નગરપાલિકા વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘણા સમયથી ગટરના ગંદા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દુષિત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. નગરજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગટરના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી કાંસમાં સીધું જ દૂષિત પાણી છોડાઇ છે. જેના કારણે પર્યાવરણને નુકસાન સાથે જાહેર આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઉભો થયો છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. કેટલાક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારના નગરસેવકોને ફેન કરવામાં આવે ત્યારે તેઓ ફેન ઉપાડતા નથી. અથવા યોગ્ય જવાબ આપતા નથી આપતા એવો આક્ષેપ કર્યો છે. આ મામલે સાવલી નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમનો કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જેના કારણે સ્થાનિકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: