વડોદરામાં વાઘોડિયા રોડની હર્ષલ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલી કિશોરીનું તબીબની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારે આરોપ લગાવતાં ચકચાર મચી ગઇ છે. 

ઓપરેશન દરમિયાન કોટન પેટમાં રહી ગયું હતું

પરિવારના આરોપ મુજબ દિવાળી પહેલા કિશોરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી પણ તેણીના પેટમાં દુખાવો રહેતા પરિવારે તપાસ કરાવી, ત્યારે બહાર આવ્યું કે ઓપરેશન દરમિયાન કોટન પેટમાં રહી ગયું હતું.

તબીબે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું

કિશોરીને સારવાર માટે પરિવારે બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી, અને તબીબ ડૉ. વિજય સિંહે સારવાર ખર્ચ માટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ તબીબે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.

સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યું

દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યું. પરિવારે તબીબ વિજય સિંહ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો----   PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાજલી APMC ખાતે મહત્વપૂર્ણ બેઠક