કરજણ જલારામ વિસ્તારની પીએમશ્રી જલારામ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓની માતાઓ માટે એક અનોખી અને રસપ્રદ મડાલા ચિત્રકલા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 40 માતાઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતની સ્પર્ધાઓ યોજાતી હોય છે. પરંતુ આ શાળામાં વિદ્યાર્થીઓની માતાઓને પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરવાની તક આપીને એક નવીન પહેલ કરાઇ હતી. વિદ્યાર્થીઓની માતાઓએ ચિત્ર દોરવાની અને તેમાં સુંદર રંગો પૂરવાની પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. પીંછી અને રંગોના માધ્યમથી માતાઓએ કલ્પના અને સર્જનાત્મકતાને કાગળ પર ઉતારી હતી. સ્પર્ધાના તમામ ચિત્રો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે. જે ચિત્રને લાઈક વધુ મળશે તેને વિજેતા જાહેર કરાશે.
