પાદરા નગરના નાગરિકોને મનોરંજન સાથે આનંદ, ઉત્સાહ અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો લાભ મળી રહે તેમજ નગરમાં સામાજિક એકતા અને ઉત્સવનો માહોલ સર્જાય તેવા ઉમદા હેતુથી પાદરા નગરપાલિકા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સંયુક્ત ઉપક્રમે ક્કક્લીન પાદરા કાર્નિવલ-2026ક્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલને નગરજનો અને તાલુકાવાસીઓ તરફ્થી ભારે પ્રતિસાદ મળ્યો હતો. અંદાજે 30 હજારથી વધુ લોકોએ કાર્નિવલની વિવિધ પ્રવૃત્તિઓ અને મનોરંજનનો આનંદ માણ્યો હતો. કાર્નિવલ દરમિયાન વિવિધ કાર્યક્રમોને લઈને નગરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો કાર્નિવલમાં ઉમટી પડતાં સમગ્ર સ્થળે ભારે ચહલપહલ જોવા મળી હતી. બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વયજૂથના લોકોએ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. કાર્નિવલના અંતર્ગત ગત મોડી રાત્રે યોજાયેલી ઓરકેસ્ટ્રા લાઇવ પાર્ટી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઓરકેસ્ટ્રા પાર્ટીના કલાકારોએ એકથી એક ચઢિયાતી સંગીતમય રજૂઆતો દ્વારા ઉપસ્થિત શ્રાોતાઓનું મનોરંજન કર્યું હતું. સંગીતના તાલે યુવાનો સહિત નગરજનો ઝૂમી ઊઠયા હતા. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવાર સાથે સંગીતની સુરાવલીઓનો આનંદ માણ્યો હતો. કાર્નિવલમાં બાળકો માટે મનોરંજન અને પરિવારો માટે આનંદદાયક વાતાવરણ સર્જાતાં નાના-મોટા સૌમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને રોજિંદા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને નગરજનોને એક જ સ્થળે પરિવાર સાથે આનંદ માણવાની તક મળી હતી. આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ સહીત સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાદરા નગરપાલિકા અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્નિવલને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી નગરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. 30 હજારથી વધુ લોકોની સહભાગિતાએ કાર્નિવલની લોકપ્રિયતા અને નગરજનોના ઉત્સાહને ઉજાગર કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો