વડોદરામાં SOGના કરોડપતિ ASI લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ મામલે હવે કડક કાર્યવાહી શરુ કરાઇ છે. લક્ષ્મીકાંતના ડ્રગ પેડલર સાથે સંપર્કો બહાર આવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કરી દીધો હતો.

SMC દ્વારા શહેરની બેંકોને પત્ર લખાયો

SMC ની ટીમ હવે લક્ષ્મીકાંત દેસાઇની બેંકો અને મિલકતોની તપાસ માટે આગળ વધી રહી છે. SMC દ્વારા શહેરની બેંકોને પત્ર પણ લખીને લક્ષ્મીકાંતના નાણાંકિય વ્યવહારો, તેના બેંક લોકર સહિતની માહિતી માગી છે. જોકે, લક્ષ્મી દેસાઇના ઘરે થયેલા સર્ચમાં કોઈ પુરાવા હાથ નથી લાગ્યા.

ડીજીપીની કોન્ફર્નસ બાદ નવાજૂનીના ભણકારા

ઉલ્લેખનીય છે કે, શહેરની પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારની ચર્ચા ચાલી રહી છે. 7 ફેબ્રુઆરીએ પોલીસ વડા કે.એલ.એન. રાવ દ્વારા યોજાનારી ક્રાઇમ કોન્ફરન્સ બાદ વડોદરા પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.

શહેર એસઓજી પીઆઇ રાતડાની બદલી કરી દેવાઇ

ડ્રગ પેડલર સાથેના સંપર્કો ધરાવનારા એએસઆઇ લક્ષ્મીકાંતે શહેર એસઓજીના સ્ટાફની કામગિરીની પોલ ખોલી નાંખતા શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. મળેલી માહિતી પ્રમાણે શહેર પોલીસ કમિશનરે શહેર એસઓજી પીઆઇ રાતડાની બદલી કરી નાંખી છે અને તેમને લીવ રિઝર્વમાં મુકી દેવાયા છે

લક્ષ્મીકાંતનો ઉચ્ચ અધિકારી જેવો ઠાઠમાઠ હતો

એએસઆઇ લક્ષ્મીકાંતનો ઉચ્ચ અધિકારી જેવો ઠાઠમાઠ હતો અને બધા તેનો પડ્યો બોલ ઝીલતાં હતાં અને તેથી જ તેના બાતમીદારો પણ તેને પોલીસનો ઉત્ચ અધિકારી માનીને જ વહિવટ કરતા હતા પણ આખરે લક્ષ્મીકાંત ડીઆઇજી નિર્લીપ્ત રાયના સાણસામાં આવી ગયો છે .


આ પણ વાંચો----   Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ભારે રોષ વચ્ચે સમાજના આગેવાનો લેશે જાબડીયાની મુલાકાત