શિનોર પોલીસ સ્ટેશને નોંધાયેલ ફેસબુક પર મિત્રતા કેળવી આધેડ વ્યક્તિ પાસેથી રૂા.7 લાખ પડાવી લેવાના કિસ્સામાં ધરપકડ કરાયેલા આરોપીની જામીન અરજી શિનોરના પ્રિન્સિપાલ સિવિલ જજે નામંજૂર કરી છે.


વડોદરા શહેરમાં રહેતાં 68 વર્ષના કમલેશ દવે સાથે પિન્કી પટેલ નામની યુવતીએ facebook પર મિત્રતા કેળવી તેના ચાર મળતીયાને નકલી પોલીસ બનાવી ડ્રગ ના કિસ્સામાં સામેલ હોવાનું બતાવી રૂા.7 લાખ પડાવી લીધા હતાં. જે અંગેની ફરિયાદ કમલેશ દવેએ શિનોર પોલીસ મથકે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી એક આરોપી હાર્દિક કનૈયાલાલ શેઠને અમદાવાદથી ઝડપી લીધો હતો. જેને શિનોર કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતાં. જે પૂરા થતાં તેમના વકીલ દ્વારા જામીન અરજી રજૂ કરાતાં સરકારી વકીલ સુનિલ પ્રજાપતિની દલીલોને ધ્યાને લઈ પ્રિન્સિપલ સિવિલ જજ મહેજબીન બેગમ એમ. સૈયદ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: