નાગરિકોને વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓની સેવાઓ અને લાભો સરળતાથી, પારદર્શક રીતે તથા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરજણ નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી સેવાઓનો લાભ લીધો હતો.
આયોજિત સેવાસેતુ કેમ્પ દરમિયાન માતૃશક્તિ યોજના, બાળશક્તિ યોજના, ક્કપૂર્ણાક્ર યોજના, વિધવા સહાય યોજના, વયવંદના યોજના, નિરાધાર સહાય યોજના, આભા કાર્ડ, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ તથા નમોશ્રી યોજના સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત જરૂરી સેવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત PMJAY તથા PMMY યોજના, આધાર કાર્ડ અને રાશનકાર્ડમાં સુધારા-વધારા તેમજ નાણાકીય સાક્ષરતા સંબંધિત સેવાઓ પણ કેમ્પના માધ્યમથી ઉપલબ્ધ કરાવાઇ હતી. વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળી રહેતાં નાગરિકોના સમય શક્તિ અને આર્થિક નાણાંની બચત થઈ હતી. સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહી હતી. સેવાસેતુ કેમ્પની વિશેષ સિદ્ધિરૂપે આવાસ યોજનાના કુલ 25 લાભાર્થીને એલોટમેન્ટ લેટર એનાયત કરાયા હતા. કેમ્પમાં મામલતદાર છાયાબેન પઢિયાર, મુખ્ય અધિકારી એમ. એ. સોલંકી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા. અધિકારીઓ દ્વારા કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો.
