કરજણ નેશનલ હાઇવે પર હરિધામ સોખડા સંપ્રદાય વિશાળ જગ્યામાં ભવ્ય આત્મીય ધામ આવેલું છે. આત્મીય ધામ ખાતે નૂતન વર્ષના લાભ પાંચમના દિવસે છપ્પન ભોગનો અન્નકૂટ પ્રસાદ ગુરુહરી પૂ. પ્રેમ સ્વરૂપ સ્વામીજીની નિશ્રામાં ધરાવાયો હતો. સવારથી કરજણ નગર સહિત આજુબાજુના ગામોના હરિભક્તો અન્નકૂટ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઊમટી પડયાં હતા. સ્વામીજીએ હરિભક્તો સાથે સત્સંગ કરી સાડા બાર વાગે અન્નકૂટ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સૌ હરિભક્તોએ લાભ લીધો હતો.
