સાધલી : શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના વચ્ચે નાનકડા જંગલમાં વ્યાસેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ અને આસ્થાનું કેન્દ્ર છે. સોમવતી અમાસે દ્વારકા, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજ્યના વિવિધ સ્થળેથી શ્રાદ્ધાળુ અહીં ઊમટયાં હતાં. શ્રાદ્ધાળુઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરીને વ્યાસેશ્વર મહાદેવના દર્શન-પૂજન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. જોકે, બરકાલ ગામથી વ્યાસબેટ સુધી યોગ્ય માર્ગની સુવિધા ન હોવાને કારણે શ્રાદ્ધાળુ અને પરિક્રમાવાસીને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ઉપરાંત રાત્રિ રોકાણ માટે હોલની સુવિધાનો અભાવ હોવાથી અગવડતા પડે છે.

Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે









