સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં વાસણા કોતરિયા ગામનો 29 વર્ષીય નોકરી જવા નીકળેલ યુવક રહસ્યમય રીતે ગુમ થયા બાદ આજરોજ આણંદ જિલ્લાની ખાખનપુરા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા મંજુસર પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે


સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ વાસણા કોતરીયા ગામના રાજુ લક્ષ્મણ વાળંદ (ઉં.29 રહે સેવાસી ફ્ળિયું તા જી વડોદરા) ગત 5 મી જૂનના રોજ ઘરેથી ટિફ્નિ લઈને નોકરી જવા નીકળ્યા હતા. જે બાદ ઘરે પરત ર્ફ્યો નહતો. જેના પગલે ગુમ થયાની મંજુસર પોલીસ મથકે ફ્રિયાદ નોંધાઈ હતી.

તેના પગલે મંજુસર પોલીસે યુવકની શોધખોળ આદરી હતી. ત્યારે યુવકની મોટરસાઇકલ GJ06LH3403 અને મોબાઇલ આણંદ જિલ્લાના ખાખનપુર કેનાલ પાસે મળી આવી હતી. તેના પગલે પરિવારજનો યુવક સાથે કંઈક અમંગળ થયાની ભીતિ સેવી રહ્યાં હતા. 24 કલાક બાદ આજરોજ ગુમ થયેલા યુવક રાજુભાઈ વાળંદનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા મંજુસર પોલીસે મૃતદેહનો કબજો લઈ મોતનું ચોક્કસ કારણ શોધવા પી એમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: