વડોદરાની શાળાઓમાં સોમવારે આવેલા બેમ્બની ધમકીના કેસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ મેસેજ મજાકમાં એક શાળાની વિદ્યાર્થીનીએ મોકલ્યો

પોલીસના જણાવ્યા મુજબ બ્રાઇટ સ્કૂલને મળેલા બોમ્બ ધમકીના કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ગઈ સાંજે શાળાને મળેલા બોમ્બ ધમકીના મેસેજની તપાસ કરતા સામે આવ્યું છે કે આ મેસેજ મજાકમાં એક શાળાની વિદ્યાર્થીનીએ મોકલ્યો હતો.

વિદ્યાર્થીનીએ મજાક માટે આ બોમ્બ ધમકીનો મેસેજ લખ્યો

વિદ્યાર્થીનીએ મજાક માટે આ બોમ્બ ધમકીનો મેસેજ લખ્યો હતો, અને પછી સાંજે પણ એક બીજો મેઇલ આવ્યો હતો.

વિદ્યાર્થીને સમજાવીને મામલો થાળે પાડ્યો

 આ સમગ્ર મામલામાં પોલીસે સગીર વિદ્યાર્થીને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો તથા વિદ્યાર્થીના વાલીઓને પણ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે, અને આવું ફરી ન થાય તે માટે ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું.


આ પણ વાંચો-----   Gujarat Latest News Live : ATSની પ્રેસ કોન્ફરન્સ, દરિયામાં 140 નોટીકલ માઇલ કાપીને સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન