વડોદરામાં ફરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે, સ્કૂલના મેઈલ પર આ ધમકી આપવામાં આવી છે અને પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે છે. કુલ 6 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વાત સામે આવી છે.
પોલીસની ટીમ પહોંચી ઘટના સ્થળે
વડોદરામાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી છે અને સમા વિસ્તારની ઊર્મિ સ્કૂલને મળી ધમકી અને શાળાના ઇ-મેઇલ આઇડી પર ધમકી અપાઇ છે જેને લઈ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને બોમ્બ સ્કોવડ દ્વારા શાળામાં તપાસ કરાઈ રહી છે, શાળા સંચાલકોએ પોલીસને જાણકારી આપી છે.
શાળા દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી
વડોદરાની જાણીતી 6 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે, પોલીસ સ્કૂલમાં તપાસ કરી રહી છે અને ફાયરની ટીમ પણ છે, હજી સુધી સ્કૂલમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી અને વાલીઓ બાળકોને શાળાએ લેવા માટે પહોંચ્યા છે. સ્કૂલના સમગ્ર પરિસરને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે.
વડોદરાની 6 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઊર્મિ સ્કૂલ અને ડી.આર.અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ બન્ને શાળાઓ ખાનગી શાળા છે, શાળાના ઇ - મેઇલ આઇડી પર ધમકી અપાઇ છે અને શાળા દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે અને બાળકોને શાળાએ ન મોકલવા જાણ કરાઇ છે. શાળા સંચાલકોએ પોલીસને જાણકારી આપી અને હજુ સુધી કોઇ વાંધાજનક વસ્તુ મળી નથી અને પોલીસ દ્વારા શાળામાં તપાસ હાથ ધરાઈ.
વડોદરાની 6 શાળાને બોમ્બથી ઉડાવાની ધમકીને લઈ ડીસીપીનું નિવેદન
ધમકીને લઇ DCP એન્ડરુ મેકવાનનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, તમામ શાળામાં ચેકિંગ હાથ ધરાયું છે અને શાળામાં કંઇ વાંધાજનક મળ્યું નથી, મેઈલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે અને વાહનમાં બોમ્બ મૂકી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરાયો હતો, મેઈનલ ક્યાંથી આવ્યો તે અંગે પોલીસની તપાસ શરૂ કરાઈ છે અને સાયબર ક્રાઇમ હાલમાં તપાસ કરી રહી છે.









