ગોરજ તરફ્થી વાઘોડિયા તરફ્ નંબર પ્લેટ વગરની પૂરઝડપે આવતી એક કાર ચાલકે રોડ બાજુમાં આવેલ એમજીવીસીએલના ઈલેક્ટ્રિક ડીપી સાથે ધડાકાભેર અથાડી હતી. 11 હજાર કેવીની ચાલું વીજ પુરવઠો વાળી લાઇનની ઇલેક્ટ્રિક ડીપી સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. અકસમાત એટલો ભયંકર હતો કે ઈલેક્ટ્રિક ડીપી ભોંયભેગી થઈ હતી. અકસ્માતમાં ઈલેક્ટ્રિક ડીપી તેમજ પોલને અને કારને પણ ભારે નુકસાન થયું છે. અકસ્માત જોતા કારચાલકને પણ નાની મોટી ઇજા થઈ હોવાનું અનુમાન છે. મહત્વની વાત એ છે કે, કારની આગળ-પાછળ નંબર પ્લેટ નથી. જેથી આ કાર શંકાના દાયરામાં આવી છે. બીજી મહત્વની બાબત તો એ છે કે એમજીવીસીએલની 11હજાર કેવી લાઇનની આ ઇલેક્ટ્રિક ડીપીમાં ચાલુ વીજ પ્રવાહ હતો. તે સમયે જ આ અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. એમજીવીસીએલના કર્મચારીઓ સહિતનો સ્ટાફ્ અકસ્માત સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી સલામતીના પગલાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી હતી. નંબર પ્લેટ વગરની અકસ્માત સર્જના કારચાલક તેમજ કાર માલિક કોણ છે તે પોલીસ તપાસમાં સાચી હકીકત બહાર આવશે.
