ડભોઇ એ.પી.એમ.સીમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોનો સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. વર્ષ 2025માં યોજાયેલી ડભોઇ APMCની ચૂંટણીમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા પેનલ ઉતારાઇ હતી. જેમાંથી ચાર ઉમેદવારો વિજયી થયા હતા. ચૂંટણીના પરિણામના દિવસે જ સમિતિ દ્વારા જાહેરાત કરાઇ હતી કે, APMCના સ્થાપક ભાઇલાલા કાકાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ રહીશું.


આ જાહેરાતને હકીકતમાં સાકાર કરતાં ખેડૂત હિત રક્ષક સમિતિના 4 સભ્યો તેમજ અન્ય સહયોગી સભ્યો દ્વારા ખેડૂતો માટે CCIની પસંદગી કરાઇ અને ખેડૂતોના માલની નિયમિત નોંધણીની વ્યવસ્થા શરૂ કરાઇ હતી. પરિણામે માત્ર એક જ માસમાં ડભોઇ APMCને આશરે રૂા.27 લાખ જેટલી શેષ ફીની આવક પ્રાપ્ત થઈ છે. આ આવક APMCના ઈતિહાસમાં પ્રથમ વખત નોંધપાત્ર ગણાઈ રહી છે. આ સિદ્ધિથી તાલુકાના ખેડૂતોમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખેડૂતો ખેડૂત હિત રક્ષક સમિતિ તથા અન્ય સભ્યોની કામગીરીના વખાણ કરી રહ્યા છે. આ અવસરે APMCના સ્થાપક ભાઇલાલા કાકાની સ્મૃતિને શાલ અને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં જય કિસાન અને જય જવાનના નારા લગાડાયા હતા. જે પ્રસંગે ખેડૂત હિત રક્ષક સમિતિના ચૂંટાયેલા સભ્યો ધવલ પટેલ, દીક્ષિત પટેલ, ગૌરાંગ પટેલ, વિષ્ણુ પટેલ, પ્રવીણ પટેલ, ધીરેન પટેલ, જયેશ પટેલ, રાજુ પટેલ, શૈલેષ પટેલ તેમજ સમિતિના અન્ય ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: