13
એસઆઈઆર મુદ્દે કૉંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શન પછી સાંજે ભાજપે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કહ્યું કે, કોંગ્રેસ અને INDI ગઠબંધન દ્વારા દેશભરમાં જુઠાણા ફેલાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાની હિન પ્રકારની પ્રવૃત્તિનો કરી રહી છે. કોંગ્રેસ જ્યાં જીતે ત્યાં ચૂંટણી પંચ સારું અને જ્યાં ભાજપ જીતે ત્યાં વોટ ચોરી અને ગેરરીતિઓનો આક્ષેપ કરી લોકતંત્રને બદનામ કરવાની કોશિશ કરાય છે.
ચૂંટણી પંચની એસ.આઈ.આર. પ્રક્રિયા અને મતદાર યાદી તથા ઈ.વી.એમ. સામે કોંગ્રેસે કરેલા આક્ષેપોના પગલે સોમવારે સાંજે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં મેયર ગીતાબેન મકવાણા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, માંજલપુર ધારાસભ્ય સતીશ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન વર્ષાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
શહેર ભાજપ અધ્યક્ષ જય પ્રકાશ સોનીએ કહ્યું કે, ચૂંટણી પંચની એસ.આઈ.આર. પ્રક્રિયા, મતદાર યાદી અને ઈ.વી.એમ. અંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા. જે સામે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા વારંવાર આક્ષેપો અને વિવાદોની રાજનીતિના માધ્યમથી જનતામાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ અને INDI ગઠબંધન દ્વારા દેશભરમાં જુઠાણા ફેલાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાની હિન પ્રકારની પ્રવૃત્તિનો ભાજપ વિરોધ કરે છે. કોંગ્રેસ જ્યાં જીતે ત્યાં ચૂંટણી પંચ સારું અને જ્યાં ભાજપ જીતે ત્યાં વોટ ચોરી, અને ગેરરીતિઓનો આક્ષેપ કરી લોકતંત્રને બદનામ કરવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કોંગ્રેસ નેતૃત્વ પ્રજામત જ ગુમાવી ચૂક્યું છે. ત્યારે યેન કેન પ્રકારે પ્રોપેગંડા કરી પ્રજાને ગેરમાર્ગે દોરી બંધારણીય સંસ્થાઓનો ઉપહાસ કરી રહી છે.
કોંગ્રેસ દ્વારા ઉઠાવેલ તમામ મુદ્દાઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલ હોય સુપ્રીમ કોર્ટે પણ એસઆઈઆરનું સમર્થન કરેલુ છે. ત્યારે સમગ્ર ચૂંટણી વ્યવસ્થાને બદનામ કરવાની વૃત્તિથી કોંગ્રેસની માનસિકતાનું દેવાળીયાપન દેખાય છે. દેશની જનતા હવે આવા આક્ષેપો અને રાજકીય દાવાઓને સમજદારીપૂર્વક જોઈ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો