કરજણ નેશનલ હાઇવે 48 ધાવટ ચોકડી પાસે કરજણથી વડોદરા અને કરજણથી ભરૂચ તરફ્ જવા માટે બંને સાઈડ એસટી બસોને ઊભા રહેવા માટે પીકઅપ સ્ટેન્ડ આવેલ છે. કરજણ નગર સહિત તાલુકાના દરરોજના હજારોની સંખ્યામાં નોકરી, ધંધાર્થે, વિદ્યાર્થી અભ્યાસ માટે અવરજવર કરતા હોય છે. પરંતુ બંને પીક અપ સ્ટેન્ડ ઉપર શેડ ન હતો. મુસાફરમાં વૃદ્ધો, મહિલાઓ, નાના ભૂલકાંઓ જેઓને ધોમધોખતા તાપમા અને ચોમાસામાં વરસતા વરસાદમા એસટી બસની રાહ જોઈને ઉભા રહેવું પડતું હતું. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા પ્રેસ મીડિયાઓને રજૂઆત કરેલ કે, પીકઅપ સ્ટેન્ડ ઉપર શેડ બનાવી આપે તો મુસાફરોને રાહત થાય તેમ છે. આ બાબતે પ્રેસ મીડિયા દ્વારા સમાચારો પ્રસિદ્ધ થતા વર્ષોથી ખુલ્લો પિકઅપ સ્ટેન્ડ પર હાલમાં ધાવટ ચોકડી પર બંને સાઇડ ઉપર પીક અપ સ્ટેન્ડ ઉપર શેડ બનાવવાની કામગીરી હાથ ધરેલ છે. શેડ તૈયાર કરવાની કામગીરી મુસાફરોએ જોતા ખુશી નો માહોલ જોવા મળેલ હતો. મુસાફરોની માંગ છે કે શેડની કામગીરીની સાથે શૌચાલયની વ્યવસ્થા થાય તો મહિલાઓને રાહત થાય.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: