કવાંટ તાલુકાના પ્રજાજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કવાંટથી આંબાડુંગરને જોડતો મુખ્ય માર્ગ જે પાંચ વર્ષથી અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં હતો. તેના નવીનીકરણની કામગીરીનો આજથી વિધિવત પ્રારંભ કરાયો છે. માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા અંદાજે રૂા.10કરોડના માતબર ખર્ચે આ રસ્તો મંજૂર કરાતા સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળે છે. સામાન્ય રીતે સરકારી કામોમાં ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠતા હોય છે. પરંતુ આ માર્ગની વિશેષતા એ રહી કે કામગીરીના પ્રથમ દિવસે જ વિભાગના અધિક મદદનીશ ઈજનેર તેરસિંગ રાઠવા પોતે સ્થળ પર હાજર રહ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટર અને મજૂરોને રસ્તાની કામગીરી યોગ્ય ટેકનિકલ ધોરણો મુજબ થાય તે માટે જરૂરી સલાહ-સૂચનો આપ્યા હતા. વર્ષોથી ખાડા અને ધૂળની ડમરીઓથી પરેશાન વાહનચાલકો અને મુસાફરો માટે આ માર્ગ આશીર્વાદરૂપ સાબિત થશે. અધિકારીની વ્યક્તિગત કાળજીને પ્રજાએ આવકારી છે. આ માર્ગ અત્યંત મજબૂત બનશે. આગામી પાંચ વર્ષ સુધી આ રસ્તાને કંઈ જ નહીં થાય તેની ગેરંટી હું લઉં છું. તેમ અ.મ.ઇજનેર તેરસિંગ રાઠવાએ જણાવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: