વાઘોડીયા તાલુકાના નિમેટામાં અભ્યાસ અર્થે આવતા દીકરા-દીકરીઓને સારામાં સારું શિક્ષણ બિલકુલ મફ્તમાં, કોઈ પણ ફી લીધા વગર મળી રહે, સાથે દીકરા-દીકરીઓને તેમના ઘરથી સ્કૂલે લાવવા અને સાંજે ઘરે મૂકવા જેવી સરકારી યોજનાનો લાભ મળે તેવો ઉમદા પ્રયત્નો સાથે નિમેટા ગ્રામ પંચાયત કાર્ય કરી રહી છે. શિક્ષણના હબ તરીકે વિકસાવવાના હેતુથી ગામમાં બે કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન અત્યાધુનિક સ્કૂલનું બાંધકામ હાલ 50 % થયું છે. પૂર્ણ થયેલ કામ ખૂબ જ ઝડપથી અને ઉચ્ચ ક્વોલિટી સાથે ચાલે છે. આ ખુશીના અવસરે અને શાળાને વધુ સફ્ળતાઓ મળે તે હેતુથી સ્કૂલના ટ્રસ્ટીઓ તથા મુખ્ય દાતા પ્રમુખ અશોક પટેલ અને ઉપ-પ્રમુખ ઠાકોર પટેલ બિપીન પટેલ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે ઝડપથી અને ઉચ્ચ ક્વોલિટી સાથે સુંદર કામગીરી કરી રહેલા તમામ કારીગર ભાઈઓને સાથે ભોજન લઈને સન્માનિત કરાયા હતા. નવીન બની રહેલા શાળાનું કામ કાજ ખૂબ મજબૂત ક્વોલિટી વાળું કરવામાં કારીગરોનો ખુબ મહત્વ ફાળો હોય છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટીઓ આગેવાનો તેમજ સરપંચ દ્વારા કારીગરો ને પણ સન્માનિત કરાયા હતા. નિમેટા ગામના વિકાસમાં આ શાળા માઈલસ્ટોન સાબિત થશે એ નક્કી છે.
