થર્ટી ફસ્ટ ડિસેમ્બરને અનુલક્ષીને અડધી રાતે શહેરમાં ઘુસાડવામાં આવેલુ દારુ ભરેલુ કન્ટેનર આજે વહેલી પરોઢે મકરપુરા પોલીસે માણેજા ક્રોસિંગ પાસેના ખુલ્લા કંપાઉન્ટમાંથી ઝડપી લીધુ હતુ. વહેલી સવારે દારુનું કટિંગ ચાલી રહ્યુ છે તેવી મળેલી માહિતીના આધારે પોલીસે છાપો માર્યો હતો. સ્થળ પરથી રૂ. 58.95 લાખની કિંમતનો દારુનો જથ્થો તેમજ એક કન્ટેનર, એક ટેમ્પો, બે કાર અને એક બુલેટ મળીને કુલ રૂ. 1.05 કરોડની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.


શહેરના સોહીલ અને શફી નામના બુટલેગરોએ થર્ટી ફસ્ટ પહેલા દારુ મંગાવ્યો હોવાની પ્રાથમિક વિગતો પકડાયેલા બે આરોપીઓની પૂછપરછમાં સપાટી ઉપર આવી છે. આરોપીઓને રિમાન્ડ માટે આવતીકાલે રજુ કરાશે તેમ મકરપુરા પી.આઈ. એ.એમ. ગોહિલે જણાવ્યુ હતુ.શહેરના માણેજા ક્રોસિંગ પાસે સ્કેફલર કંપની સામે આવેલા કંપાઉન્ડમાં દારુ ભરેલુ કન્ટેનર પાર્ક થયેલુ છે. જ્યાં દારુનું કટિંગ ચાલી રહ્યુ છે તેવી આજે સોમવારે વહેલી પરોઢે મકરપુરા પોલીસને માહિતી સાંપડી હતી. જે આધારે પી.આઈ. એ.એમ. ગોહિલની ટીમે દરોડો પાડયો હતો. સ્થળ પરથી સતિષ મોહન ખત્રી (રહે, છીપવાડ,સંખેડા, છોટાઉદેપુર) તેમજ બહાદૂર શેફ સમા (ઉ.વ.60) (રહે, બાડમેર,રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી. દારુ ભરેલુ કન્ટેનર તેમજ 3 કાર અને એક બુલેટ મળીને કુલ રૂ. 1.05 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. દારુનો જથ્થો શહેરના બુટલેગર શફી અને સોહિલે મંગાવ્યો હોવાની વિગત પ્રાથમીક તપાસમાં સપાટી ઉપર આવી છે. દારુના નેટવર્કના મૂળ સુધી તપાસ કરવા માટે બે આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે તેમ પી.આઈ. એ.એમ. ગોહિલે જણાવ્યુ છે.

સતિષ અગાઉ મંજૂસરમાં પકડાયો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે માણેજાથી ધરપકડ કરાયેલો આરોપી સતિષ મોહન ખત્રીનો ભુતકાળ ગુનાહિત છે. અગાઉ સને 2023માં વડોદરા તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશનમાં દારુના ગુનામાં પકડાયો હતો. દારુના નેટવર્ક સાથે સંકળાયેલા બીજા આરોપીઓની શોધખોળ શરુ કરવામાં આવી છે.

વૉન્ટેડ જાહેર કરાયેલા આરોપી. : 1) સોહિલ (તાંદલજા), 2) જીગો (અકોટા), 3) કન્ટેનરનો ડ્રાઈવર અને માલિક, 4) બોલેરો સહિતની 3 કારના માલિક, 5) બુલેટનો માલિક, 6) જ્યાંથી દારૂ પકડાયો તે કંપાઉન્ડના માલિક, 7) દારૂ મંગાવનાર અને સપ્લાયર.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: