જરોદ : જરોદ પાસે આસોજ ગામે પ્રા.શાળામાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2026 યોજાયું હતું. જેમાં 14 શાળામાંથી 17 કૃતિ રજૂ કરાઇ હતી. જેનું ઉદ્ઘાટન તા.પં.ના ઉપપ્રમુખ વિષ્ણુબા હરિદત્તસિહ ચૌહાણ દ્વારા કરાયું હતું. તા. પં. સભ્ય, આસોજ ગામના સરપંચ, ડે. સરપંચ, પંચાયતના સભ્યો,SMC અધ્યક્ષ સહિત તમામ આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં પ્રથમ વિભાગમાં PM શ્રી રાજપુરા પ્રા. શાળા AI આધારિત વોઇસ ટોકિંગ રોબોટ બીજા વિભાગમાં આસોજ પ્રા. શાળાના લિક્વિડ ટ્રી મોડલ, વિભાગ 3માં આસોજ પ્રા. શાળા સ્માર્ટ ટોયલેટ, વિભાગ 4માં પાંચદેવલા પ્રા. શાળા સ્માર્ટ ખેતી અને વિભાગ પાંચમાં સરણેજ પ્રા. શાળા ફાયર સેફ્ટી પ્રથમ નંબરે રહ્યા હતા. જેનું સંચાલન CRC કો-ઓર્ડિનેટર અશોક સોલંકી દ્વારા કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો