પાદરા શહેરના રબારીવાસ વિસ્તારમાં આવેલું આશરે 200 વર્ષ જૂનું માં મહોણી માતાજીનું મંદિર નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. નવરાત્રિના પાવન પર્વે પાદરા શહેર, તાલુકા તેમજ વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે. પાદરા નગરમાં પાણીની ટાંકી સામે આવેલા આ પૌરાણિક મંદિરે સવાર-સાંજની આરતી દરમિયાન ભક્તોની ભીડ જામે છે. માતાજીનાં દર્શન, પૂજન અને આરતીમાં સહભાગી થઈ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી સેવા પરંપરાને મહેશભાઈ ભુવાજી આગળ ધપાવી રહ્યા છે. નવરાત્રિ નિમિત્તે પાદરા પંથકનાં મંદિરોમાં ભક્તિમય માહોલ છવાયો છે ત્યારે માં મહોણી માતાજીનું મંદિર તેની બે સદી જૂની ધાર્મિક પરંપરા અને લોકઆસ્થાને કારણે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો