ડભોઇ : ડભોઇ તાલુકાના કાયાવરોહણ કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મધ્યાહન ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિ દરમિયાન સુવિધા મળી રહે તે હેતુથી SEW-EURODRIVE India Pvt. Ltd.કંપની દ્વારા CSRફ્ંડમાંથી ફેબ્રિકેટેડ શેડ તથા પીવાના પાણીની સુવિધા ઉભી કરાઇ છે. અગાઉ મધ્યાહન ભોજન તથા વિવિધ કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીનીઓને તડકા અને વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નવા શેડના નિર્માણથી હવે વિદ્યાર્થિનીઓને બેસવા માટે સુરક્ષિત અને સુવિધાજનક આશ્રય મળશે. વિદ્યાર્થિનીની સંખ્યાને અનુરૂપ પીવાના પાણીની વ્યવસ્થા તથા ગરમીના સમયમાં ઠંડા પાણીની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર શાળા પરિવારે SEW-EURODRIVE India Pvt. Ltd.ના સંચાલકો, તેમની ટીમ અને સ્વદીપ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
