ડભોઇ : ડભોઇ શહેરમાં 16 તારીખે કે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. જે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઇ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠ3 ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ડભોઇ DySp આકાશ પટેલ ડભોઇPIએ.ટી. પટેલ ડભોઇ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર જય કિશન તડવી અને મહેશ પરમાર ડભોઇ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અને બિરેન શાહ ગોપાલ જીનવાલા, અફ્ઝલ કાબાવાલા, સલીમઘાંચી, ઇબ્રાહીમ ખત્રી, સોનલબેન સોલંકી અને શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ હિંદુ મુસ્લિમ આગેવાનો તેમજ બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો