સાવલી : સાવલી તાલુકામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નગર સહિત આસપાસના વિસ્તારમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ઊમટયા હતા. સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સહિત શહેરના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન શિવને જળાભિષેક, દૂધાભિષેક તેમજ બીલીપત્ર, ફૂલ અને પ્રસાદ અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. સાથે પુણ્ય સ્વામીજીની પાદુકા અને સમાધિના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અનેક ભક્તોએ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો. સમગ્ર તાલુકો શિવમય બન્યો હતો
