વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે રામદેવજી મહારાજના મંદિરે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે તાલુકાના તેમજ જિલ્લા બહારના પણ દર્શનાથીઓ આ મંદિરે દર્શન કરવા માટે ઊમટી પડે છે. મંદિરે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાય છે. જેનો પણ શ્રદ્ધાળુઓ લાભ લે છે. ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે દૂર-દૂરથી પણ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પગપાળા ચાલીને ગુતાલ ગામે મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો