શિનોર : શિનોર ખાતે દશામાના માઈ ભક્તો દ્વારા દશામાંની પ્રતિમાની આગમન શોભાયાત્રા નીકળતા ભક્તિમય માહોલ છવાયો હતો. શોભાયાત્રા ડીજેનાં તાલે આતશબાજી સાથે ભક્તિમય માહોલમા નીકળતા મોટી સંખ્યામાં માઇભક્તો ઊમટી પડયાં હતા. શિનોર ખત્રીવાડ યુવા ગ્રૂપ દ્વારા દર વર્ષે દશામાનું વ્રત ભારે શ્રાદ્ધાપૂર્વક કરે છે. 10 દિવસ સુધી પૂજા અર્ચના ગરબા અને ભજન જેવા કાર્યક્રમ રખાય છે. તા.9 રવિવારનાં દિવસે સાંજે ખત્રીવાડ યુવા ગ્રૂપ દ્વારા માતાજીની પ્રતિમાને રાણાવાસ અંબાજી મંદિરથી શોભાયાત્રા સ્વરૂપે લઇ જવાઇ હતી. શોભાયાત્રા ડીજેનાં તાલે અને ભારે આતશબાજીથી નીકળતા ગામમાં ભક્તિમાય માહોલ ઉભો થયો હતો. મેઈન બજારમાં ગરબાની રમઝટ અને ટીમલી સાથે મેન બજારથી પસાર થઈ બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર થઈ ખત્રીવાળ ખાતે આવેલા અંબાજી મંદિર પહોંચી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો