ડભોઈ તાલુકાના ધર્મપુરી ગ્રામ પંચાયતમાં વર્ષ 2026 -2027ના વર્ષના બજેટના મંજૂર કરવાની ગ્રામ પંચાયતના સભ્યોની અરજીના સમાચારની શાહી સુકાઈ નથી. ત્યાં ધર્મપુરી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની લેખિત ફરીયાદ તાલુકા વિકાસ અધિકારીને કરાતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ધર્મપુરી બોરીયાદ રોડ પર રાઠોડીયા વાગા પાસે નાળુ બનાવેલ છે. જે નાળુ સરકાર રેકોર્ડ પર અલગ જગ્યાએ બોલે છે. પણ અરજીમાં થયેલ આક્ષેપ પ્રમાણે, ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોતાની મનગમતી જગ્યાએ નાળુ બનાવવડાવી સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરી હોવાનું મનાય છે. બીજા એક બનાવમાં ધર્મપુરી તળાવ પાસે અજાણ્યા ઈસમને રૂમ બાંધવા દેવાઇ છે. જેમાં તલાટી કે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઇ નથી. ત્યારે તલાટી દ્વારા દબાણ હટાવવાને બદલે દબાણ સામે આંખ આડા કાન દાળમાં કાળુ હોવાની શંકા પ્રબળ કરે છે.










