દિવાળીનો તહેવાર સૌના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરે છે, ત્યારે આ ખુશીઓથી સમાજનો કોઈ વર્ગ વંચિત ન રહી જાય તેવા હેતુથી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા 22 વર્ષથી અંધજનો અને દિવ્યાંગ પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગત તા.7 નવેમ્બરે કમાટીબાગ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંધજનો અને દિવ્યાંગ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. દિવાળીના પર્વે આ પરિવારોને પણ તહેવારની ખુશીઓનો અનુભવ થાય અને તેમની સાથે આનંદની પળો વહેંચી શકાય તેવા આશયથી આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સહયોગથી છેલ્લાં 22 વર્ષથી આ પ્રવૃત્તિ સતત કરાય છે. અહીં નોંધનીય છે કે, લાભાર્થી પરિવારોને જીવનજરૂરી અનાજની કીટ અને સ્વેટર અર્પણ કરવામાં આવ્યાં હતાં. તહેવાર માત્ર દીવાઓના પ્રકાશ પૂરતો સીમિત નથી, પરંતુ એકબીજાના જીવનમાં ખુશીઓ વહેંચવાનો અવસર પણ છે તેવો સંદેશ આ ઉજવણી દ્વારા અપાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો