ડેસર : ડેસર તાલુકાના રાજુપુરા ગામે આવેલ કૈલાશ આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને ડેસર તાલુકા સર્વ સમાજ સેનાના સહયોગથી નોટબુક, પેન અને પેન્સિલ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે અને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવામાં સહાયરૂપ બને તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સર્વ સમાજ સેનાના પ્રમુખ જશપાલ પરમાર, ઉપપ્રમુખ વિજય સોલંકી, મહામંત્રી પૃથ્વીસિંહ, કાર્યકારી પ્રમુખ પપ્પુ રાજ તેમજ દાતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ બાળકોને શિક્ષણપ્રત્યે વધુ જાગૃત બની મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
