સાંઢા : પાદરા તાલુકાના ચિત્રાલ ખાતે પાદરા ભાજપના કાર્યકરો દ્વારા શુક્રવારે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી. ચત્રાલ ખાતે સાગર વિદ્યાલયમાં સવારે 9 કલાકે તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના મંત્રી બ્રિજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, ભાજપના મહામંત્રી ભીમસિંહ પઢિયાર, ઉપપ્રમુખ ચંદુભાઈ પરમાર તા.સભ્ય શૈલેન્દ્રસિહ વાઘેલા, મંત્રી પ્રદિપસિંહ પરમાર, ભાજપ ઉપપ્રમુખ હરેશ પટેલ ,તા.સભ્ય પીનાકિન ચૌહાણ -તા.સદસ્યા આનંદીબેન પંચાલ ચિત્રાલ ગામના સરપંચ વિજયસિંહ રાજ લોલા ગામના સરપંચ મહેશ પઢિયાર, ગવાસદ સરપંચ કુલદીપસિંહ વાઘેલા સાગર વિધાલયના ટ્રસ્ટી નવિનભાઇ પટેલ અને રણછોડ પટેલ તેમજ અધ્યક્ષ અમિત પટેલ કોશા હાજર રહ્યાં હતા. કાર્યકરો દ્વારા વિસ્તારમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન અને ઉછેર કરવા માટે લોકોને અપીલ કરી હતી. જેને પ્રતિસાદ મળ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: