ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.આર. ગઢવીની બદલી થતાં તાલુકાના અનેક ગામોમાં તેમના સન્માન અને વિદાય સમારંભો યોજાયા હતા. તાજેતરમાં ડેસરના પીએસઆઈ બી.ડી. મેરની કંટ્રોલ રૂમ ખાતે બદલી કરાઈ હત, તેમની જગ્યાએ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.આર. ચુડાસમાની નિમણૂક કરાઈ છે. જ્યારે પીએસઆઈ પી.આર. ગઢવીની વલણ પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેમની જગ્યાએ મંજુસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. ડામોરની નિમણૂક કરાઈ છે. પીએસઆઈ પી.આર. ગઢવીએ શરૂઆતના બે મહિના દરમિયાન ગામે ગામ ફ્રીને વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું હતું. તેમનો વિદાય સમારંભ એમ.કે. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અને તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.**

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો