વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં મકાઈના ખેડૂતો હાલ આર્થિક સંકટનો સામનો કરે છે. મકાઈનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ત્યારે સરકાર દ્વારા APMC થકી ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવા ખેડૂતો દ્વારા રજૂઆતો કરાઇ છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ગત વર્ષે મકાઈનો બજારભાવ રૂા.2200થી 2300 હતો, જ્યારે આ વર્ષે વેપારી માત્ર રૂા.1500થી 1600 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવા તૈયાર છે. 2025ની સરખામણીએ લગભગ રૂા.800 ઓછો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. મકાઈના ઉત્પાદન પાછળનો ખર્ચ આશરે રૂા.2200 પ્રતિ ક્વિન્ટલ થાય છે. જેમાં ખાતર, દવા, બિયારણ, મજૂરી, પાણી અને થ્રેસરનો ખર્ચ સામેલ છે.










