વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા નટુભાઈ સર્કલ નજીક એક મોલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મોલમાંથી ધુમાડાના ગોટેગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. નજીકમાં પેટ્રોલ પંપ હોવાના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.

 ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

 બચાવ અને કૂલિંગની કામગીરી ચાલુ

સીને મોલમાં આગની ઘટના બની હતી જેમાં એસીના આઉટડોરમાં સ્પાર્ક બાદ આગ લાગી હોવાનું જાણવા મળે છે.

આગ કાબુમાં

મોલની દીવાલ પર લાગેલ હોર્ડિંગને કારણે આગ વધી હતી. જો કે ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઇ લીધી છે.

ફાયર બ્રિગેડની સતર્કતાથી હોનારત ટળી

આ મોલની બાજુમાં અડીને પેટ્રોલ પંપ હતો અને આજે વાસી ઉતરાયણ હોવાથી પંપ બંધ હતો. પેટ્રોલ પંપ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડની સતર્કતાથી હોનારત ટળી હતી.


આ પણ વાંચો----    BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો