સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલી પહારપૂર કુલિંગ ટાવર નામની ખાનગી કંપનીમાં આજે અચાનક આગ લાગતા અફ્રાતફ્રીનો માહોલ સર્જાયો હતો. કલાકોની જહેમત બાદ આગ કાબુમા આવી હતી મંજુસર GIDCમાં પહારપૂર કુલિંગ ટાવર નામની કંપનીમા 12 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આગની જાણ થતાં કંપનીના કર્મચારી ઓમાં દોડધામ મચી ગઈ હતી. અને આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને ભારે લપકારા મારતી આગની જ્વાળાએ ભારે ડરનો માહોલ પેદા કર્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં કંપનીને આર્થિક નુકશાનનો આંક જાણવા મળ્યો નથી જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આગની ઘટનાને પગલે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગ કાબૂમાં આવતા સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આગના કારણો અને નુકસાનઅંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ કંપનીના એસેમ્બી વિભાગમાં આગ લાગી હતી. આ આગ બાબતે કંપની સત્તાવાળાએ કંઈ પણ બોલવા ઇનકાર કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: