બોડેલી : બોડેલી તાલુકા આરોગ્ય કચેરી તેમજ બોડેલી દીપક ફઉન્ડેશન, વડોદરાના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ તથા પેશન્ટ પ્રોવાઇડર IEC કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. વિકાસ રંજનની અધ્યક્ષતામાં બોડેલી તાલુકાના ટીબીના 25 દર્દીને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ટીબી રોગ અંગે દર્દીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.
