શિનોર : શિનોર ગામમાં છેલ્લા એક વર્ષથી વિકાસના કામો નાની ભાગોળ વિસ્તાર, કોલોનીમા સતત ચાલે છે. કોલોની, કડીયાવાડ, ડબ્બી ફ્ળિયું, લક્ષ્મીચોક, સિંધીવાડ અને ભટ્ટશેરી વિસ્તારના લોકોની વર્ષોની ગટર લાઈનની માગણીને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિન્નલબેન પટેલ અને ઉપસરપંચ નિતિન ખત્રીની રજુઆતોના પગલે તત્કાલિન તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચ પતિ સચિન પટેલ દ્વારા જુદી-જુદી તાલુકા પંચાયતમા આવતી ગ્રાન્ટમાંથી 50 લાખ ઉપરાંતની ફળવી આપતા ગટર લાઈનનું કામ છેલ્લા એક વર્ષ થી ચાલે છે. તેમજ જોરભાઈના ફ્ળીયાથી લક્ષ્મીચોક સી.સી રોડ રૂા.2 લાખ અને લક્ષ્મીચોકથી નાની ભાગોળ ગેસ એજન્સી સુધી રૂા.5 લાખના આરસીસીનું કામ પણ કરાયું હતું. આજે નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા.5 લાખના ખર્ચે કડીયાવાડથી ટીમ્બાફ્ળી જવાના માર્ગનું ખાતમુહૂર્ત એપીએમસી ચેરમેન સચિન પટેલ અને ઉપ સરપંચ નિતિન ખત્રી, ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતમાં કરાયું હતું. ચોમાસા પહેલા કામ ચાલુ થતાં આનંદ ફેલાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો