વાઘોડિયા : વાઘોડિયાની રાયણતલાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં કુલ રૂા.36.54 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરાયું હતું. જે પ્રસંગે રૂા.7.99 લાખના લોકાર્પણ અને રૂા.19.49 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પેવર બ્લોક અને RCC રોડ સહિત સ્મશાન સુધીના રસ્તાના કામો, સ્મશાન રોડ પર ક્વોરી ડસ્ટ અને વેડ મિક્ષનું કામ, આમલીપુરા ગામે પટેલ ફ્ળીયામાં પેવર બ્લોક, રાયણ તલાવડીના ભરવાડ ફ્ળીયામાં નવા RCC રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.સાથે શક્તિ માતાજીના મંદિર પાસે RCC રોડ, તળાવની પાળ પર RCC રોડ, સ્મશાનમાં પેવર બ્લોક તથા મધુવનનગરમાં RCC રોડ, સ્મશાન ફરતે તાર ફેંસીંગ અને ગેટના કામો હાલ પ્રગતિ હેઠળ છે. પાયાની સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોમાં ખુશી જોવા મળે છે.
