નસવાડી : નસવાડીની સરકારી બી.એડ્. કૉલેજ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ-જયંતીની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે કૉલેજના અધ્યાપકો અને તાલીમાર્થી દ્વારા સત્ય અને અહિંસાના પૂજારી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં ગાંધીજીના શિક્ષણ, સ્વચ્છતા, સત્ય અને અહિંસા વિશેના મૂલ્યો પર પ્રકાશ પાડયો હતો. બાપુના શિક્ષણ અંગેના વિચાર કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્મામાં રહેલાં ઉત્તમ અંશોનું પ્રગટીકરણ તથા સ્વચ્છતા સ્વતંત્રતા કરતાં પણ વધુ મહત્વની છે. જેવા વિચારો અંગે ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડયું હતું. કૉલેજના તાલીમાર્થીઓ અને સ્ટાફ્ગણે બાપુના તમે દુનિયામાં જે પરિવર્તન જોવા માગો છો. તેની શરૂઆત તમારાથી કરોના સંદેશને આત્મસાત કરી સમાજમાં ઉત્તમ શિક્ષક તરીકે યોગદાન આપવાનો અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો