જરોદ : વાઘોડિયા તાલુકાના જરોદ ગામે કેટલીક શેરીએ પહેલા દિવસથી ગરબાની રમઝટ જામે છે. રાત્રે ગરબાના સમયે નવા વસ્ત્રોમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબા રમવા ગરબા સ્થળે પહોંચી જાય છે. ગરબા સ્થળે અનિચ્છિત બનાવ ના બને. ખેલૈયાને કોઈ તકલીફ્ ના પડે તે માટે તમામ સ્થળે જરોદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. જરોદ ગામે તેમજ વિભાગના ગામોમાં પણ નવરાત્રી ઉજવાઇ છે. જરોદ ગામે પાઠક શેરી, આઝાદ ચોક, પ્રજાપતિ ફ્ળિયું, પટેલ ફ્ળિયું, ગાયત્રી સોસાયટી વગેરે સ્થળે ગરબાની રમઝટ જામે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો