કરજણમાં તા.11 ઓક્ટોબરથી આદ્યશક્તિની આરાધના પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થશે. જેને લઈને કરજણમાં ભવ્ય વિશાળ ગ્રાઉન્ડોમાં ધારાસભ્ય અક્ષય પટેલ અને માજી ધારાસભ્ય સતિષ પટેલના આયોજન હેઠળ બે અલગ-અલગ ગ્રાઉન્ડમાં ચાલતી તડામાર તૈયારીને આખરે ઓપ અપાઇ રહ્યો છે. બે ગ્રાઉન્ડ સહિત અન્ય સોસાયટીમાં શેરી ગરબાની પણ તડામાર તૈયારી ચાલે છે.
કરજણમાં નવરાત્રી મહોત્સવમાં ગરબાના રસીયા ગરબે ઘૂમવા માટે થનગની રહ્યાં છે. જેમાં કરજણ નવાબજાર વિસ્તારમાં કોટન જીન ગ્રાઉન્ડમાં સાઈ યુવા ગ્રૂપ આયોજિત,માં અંબે ચેરીટેબલ ટ્રસ્ટના આયોજક કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળિયા) દ્વારા ગરબા ગ્રાઉન્ડની તડામાર તૈયારી ચાલે છે. જ્યારે નવા બજાર વિસ્તારમાં નવી નગરપાલિકા પાસે ઇન્દુભાઇની જીન ગ્રાઉન્ડમાં શ્રી રંગનાથ ફાઉન્ડેશન આયોજિત કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા તડામાર તૈયારી ચાલે છે. બંને ગરબામાં ખેલૈયાઓને મફત પ્રવેશ સહિત વાહન પાર્કિંગની સુવિધ કરવામાં આવી છે.
