શિનોર તાલુકાના માલસર ગામે શ્રી સત્યનારાયણ મંદિર નજીક મુખ્ય માર્ગ પર મગર દેખાતા ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી હતી. રાત્રે માર્ગ પર મગર દેખાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેની જાણ થતાં જ વાઇલ્ડ લાઇફ્ ટ્રસ્ટ ભરત મોરેની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને ભારે જહેમત બાદ મગરનું સફ્ળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. જેને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, માલસર ગામે શ્રી સત્યનારાયણ મંદિર નજીકના મુખ્ય માર્ગ પર રાત્રિના આશરે 12:37 કલાકે એક મગર જોવા મળ્યો હતો. અચાનક મુખ્ય માર્ગ પર મગર દેખાતાં ત્યાંથી પસાર થતા લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો. જેની જાણ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વાઇલ્ડ લાઇફ્ ટ્રસ્ટના ભરત મોરેને ટેલિફોનિક કરાઇ હતી. જાણ થતાં જ ભરત મોરેની ટીમ વિલંબકર્યા વિના ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ શિનોર વનવિભાગ દ્વારા આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ મગરના રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઇ હતી. ટીમે ભારે જહેમત અને સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી મગરને સફ્ળતાપૂર્વક રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં સુરક્ષિત રીતે છોડાશે. ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ્ ટ્રસ્ટ ભરત મોરેની ટીમની સમય સૂચકતા, હિંમત અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
